Vice Principal Message

શ્રી આશિષભાઈ દેવજીભાઈ પટેલ

પ્રાયમરી વિભાગ ગુજરાતી માધ્યમ

|| જ્ઞાનજ્યોત પરિવારના ત્રીવેણી સંગમો ||

“સમય કોઈને છોડતો નથી.” સમયરૂપી સરિતા સદા વહેતી જ રહે છે. સમયના પસાર થવાથી હંમેશા દરેક બાબતમાં પરિવર્તન આવતા જ રહે છે. પરંતુ સૌથી વધુ પરિવર્તન શિક્ષણક્ષેત્રમાં થવા પામ્યું છે. તેથી જ્ઞાનની ક્ષિતિજો બ્રહમાંડની જેમ વિસ્તરવા લાગી છે. આથી દરેક મનુષ્યે પોતાના જ્ઞાનમાં વધારો કરવો અત્યંત જરૂરી બની ગયું છે. પરંતુ જ્ઞાનમાં વધારો માત્ર કરવાથી મનુષ્ય સફળતા મેળવી શકતો નથી. તેથી સાથે સાથે જ્ઞાનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આજ કારણે વર્તમાન સમયમાં “Knowledge Is Power” ની કહેવત ખોટી પડી છે. અને “Apply Knowledge Is Power” ની કહેવત સાચી પડી છે. ઉપરોક્ત કહેવતનો અર્થ થાય છે. “જ્ઞાન એજ શક્તિ છે.” એ વાતમાં હવે તથ્ય રહ્યું નથી પરંતુ “જ્ઞાનનો ઉપયોગ એજ ખરી શક્તિ છે.”

                કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી પાસે કોઈપણ ક્ષેત્રનું ગમે-તેટલું જ્ઞાન હશે પરંતુ એ જ્ઞાનનો જો તમે ઉપયોગ કરશો નહી તો તમારૂ જ્ઞાન નિરર્થક નિવડશે.

                આવો આપણે બધા જ્ઞાનને ઉપયોગી બનવવા માટે પ્રયત્ન, પરિવર્તન અને પ્રગતિના ત્રીવેણી સંગમમાં ડૂબકી લગાવી સમગ્ર વિશ્વને ઉપયોગી બનીએ. પ્રયત્ન પરિવર્તન અને પ્રગતિના ત્રીવેણી સંગમને વિસ્તારથી સમજીએ, કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આપણે સંપૂર્ણ પ્રયત્ન કરવું જોઈએ. જો આપણો પ્રયત્ન ઓછો હશે તો સફળતા એના જ ચરણોમાં જઈને પડશે જેણે સફળતા મેળવવા માટે પૂર્ણ પ્રયાસ કર્યો હશે. માટે જ પ્રયત્ન ત્યાં સુધી કરો જ્યાં સુધી સફળતા મળે. અધૂરા પ્રયત્નો કે ખોટી દિશામાં કરેલા પ્રયત્નો એ સમયની બરબાદી છે.

                બીજી બાબત છે. “પરીવર્તન” પરીવર્તન એ દુનિયાનો નિયમ છે. તમે દૂર સુધી નજર દોડાવશો તો તમને જાણવા મળશે કે સમગ્ર બ્રહ્માંડમાં ડગલેને-પગલે પરીવર્તન આવતું જ રહે છે. જેમકે બ્રહ્માંડની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. નદીઓનાં વહેણ બદલાતા રહે છે. જમીનની જગ્યાએ પાણી અને પાણીની જગ્યાએ ટાપુ કાળક્રમે થતા રહ્યા છે. સમયનાં બદલાવ સાથે તમારા વર્તન, સ્વભાવ, જ્ઞાન, ક્ષમતાઓમાં તમારે પરીવર્તન લાવવુંજ પડશે. નહી તો કુદરત, સમાજ, લોકો તમારો સ્વીકાર કરશે નહી. તમે એકલા અટૂલા થઇ જશો. આ દુનિયામાંથી ફેંકાઈ જશો. આ માટે એક નાનું ઉદાહરણ સમજીએ, વર્ષો પહેલા રાજદૂત મોટરસાઈકલ લોકો માટે પોતાની આન-બાન અને શાન કહેવાતી હતી. આજના સમયમાં બીજી મોટરસાઈકલનાં પ્રમાણમાં રાજદૂતમાં કોઈપણ વિશેષ પરીવર્તન ન લાવવામાં આવ્યું. આથી રાજદૂત હવે આપણને ભંગારમાં પણ જોવા મળતા નથી. માત્ર એકલું અટૂલું મ્યુઝીયમમાં જોવા મળે છે. માટે જ સમાજ અને શિક્ષણમાં આવતા પરીવર્તનનો સહજ સ્વીકાર કરો. શિક્ષણ દ્વારા સમગ્ર વિશ્વમાં પરીવર્તન લાવી શકાય છે. જે આજના સમયમાં જરૂરી છે પછી તે વિષય શિક્ષણ હોય કે સંસ્કારોનું શિક્ષણ હોય માનવીના  મૂળ શિક્ષણમાં દટાયેલા છે.

                ત્રીજી બાબત છે, પ્રગતિ. તમે સફળ ત્યારે જ કહેવાશો જ્યારે તમે તમારા જીવનમાં પ્રગતિ સાધી શક્યા હોય. તમારા જ્ઞાન, સંસ્કારો અને સંપત્તિમાં પ્રગતિ અત્યંત આવશ્યક છે. પ્રગતિ વગર તમારા જીવનમાં સ્થિરતા આવી જાય છે, અને ઘણીવાર તો એવું બને કે જીવન અધોગતીમાં ધકેલાય જાય.

                જીવનમાં સાચા અને સારા માર્ગે પ્રયત્ન કરવાથી પરીવર્તન લાવી શકાય છે. અને પરીવર્તન લાવી પ્રગતિ સાધી શકાય છે.

                આપણા જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં વાલી, વિદ્યાર્થી અને સંચાલકો દ્વારા ત્રીવેણી સંગમની રચના કરવામાં આવી છે. જેમાં વાલી મીટીંગ, પ્રોજેક્ટ , સ્પર્ધા , પ્રદર્શન , પરીક્ષા, વિદ્યાર્થી દ્વારા થતા વિવિધ પ્રોગ્રામો રમત-ગમત થકી સંપૂર્ણ ત્રીવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને સફળતાના શિખરે પહોંચાડવામાં આવે છે.

                આજના સમયમાં માત્ર શિક્ષક કશુંજ નથી કરી શકતો. વિદ્યાર્થી પણ બધો ભાર નથી ઉપાડી શકતા અને વાલી પણ શિક્ષણની દરેક બાબત નથી સમજી શકતા માટે જ વાલી વિદ્યાર્થી અને શિક્ષક ત્રણે ભેગા મળી, ગંગા, યમુના, સરસ્વતીરૂપી ત્રીવેણી સંગમમાં અવાર-નવાર ડૂબકી મારી આપણા સંતાનોને શિક્ષણ, સંસ્કાર અને સફળતા અપાવતા રહીએ. આ માટે જરૂરી છે. જ્ઞાનજ્યોત વિદ્યાલયની પદ્ધતિને સમજવાની અને એકવાર અવશ્ય મૂલાકાત લેવાની, કે જ્યાં શિક્ષણ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સમન્વય કરવામાં આવ્યો છે.