Admission-Criteria

Admission Criteria

કેવી રીતે પ્રવેશ મેળવશો ?

પ્રવેશ મેળવવા માટે નીચેનાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા.

1. શાળામાં આવી શાળાના 'પ્રવેશ સલાહકાર' પાસેથી પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી મેળવવી.
2.પ્રવેશ ફોર્મ મેળવ્યા બાદ નિયત તારીખ અને સમયે ફોર્મ જમા કરાવવું.
3.પ્રવેશફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે જોડવી.
4.શાળા ભવનનું નિરીક્ષણ કરવા ઈચ્છતા વાલીશ્રીઓ આચાર્યશ્રીની પરવાનગી/અનુમતિ લઈ તેમ કરવું.
5.ફોર્મ જમા કરાવ્યા બાદ 'INTERVIEW'માટેનીતારીખ અને સમય મેળવવાનો રહેશે.
6.એકવાર 'INTERVIEW'થયા પછી શાળા દ્વારા ૨ દિવસ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

પ્રવેશ ફોર્મ સાથે જોડવાની જરૂરી પ્રમાણિત નકલો :-

1.જન્મનું પ્રમાણપત્ર / જન્મ દાખલો.
2.છેલ્લા બે વર્ષનાં Report Cards / પરિણામ પત્રકો.
3.૬ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ (બાળકના / વિદ્યાર્થીના).
4.૨ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ (વાલીશ્રીના).
5.અસલ સ્થળાંતર પ્રમાણપત્ર (Transfer Certificate) કાઉનટર સહી સાથે (બાળક અન્ય રાજ્ય કે બોર્ડમાંથી આવતું હોય તેવા કિસ્સામાં..
6.અસલ માઈગ્રેશન સર્ટી. (જો બાળક ધોરણ-૧૨માં પ્રવેશ મેળવવા માંગતું હોય કે અન્ય બોર્ડ ધરાવતું હોય તો...)

બાળકમાં રહેલા નૈતિક મૂલ્યોનું સંવર્ધન કરી યોગ્ય દિશાસૂચન દ્વારા માનવતા અને નૈતિક જવાબદારી પ્રત્યે સભાન કરી આવતીકાલના વિકસિત અને શાંતિમય વિશ્વના સર્જન માટેનું વાતાવરણ સર્જવામાં અમારી સંસ્થા સદાયે તત્પર છે. નૈતિક મૂલ્યોના શિક્ષણ સાથે સંસ્કૃતિનું જતન, જવાબદારી, સાથે સન્માન, સહનશીલતા થકી સ્વાનુભવની કેળવણી એ જ જ્ઞાનજ્યોત વિદ્યાલય પરિવારનું ધ્યેય......

પ્રવેશ મેળવવા ઉમરની પાત્રતા ધોરણ

ધોરણ ઉમર
નર્સરી ૩.૫ વર્ષ
કે.જી. ૪.૫ વર્ષ
ધોરણ ૧ ૫.૫ વર્ષ
ધોરણ ૨ ૬.૫ વર્ષ
ધોરણ ૩ ૭.૫ વર્ષ
ધોરણ ૪ ૮.૫ વર્ષ
ધોરણ ૫ ૯.૫ વર્ષ
ધોરણ ૬ ૧૦.૫ વર્ષ
ધોરણ ૭ ૧૧.૫ વર્ષ
ધોરણ ૮ ૧૨.૫ વર્ષ
ધોરણ ૯ ૧૩.૫ વર્ષ
ધોરણ ૧0 ૧૪.૫ વર્ષ
ધોરણ ૧૧ ૧૫.૫ વર્ષ
ધોરણ ૧૨ ૧૬.૫ વર્ષ