From The Front Desk

પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શિકા

પોતાના સંતાન માટે એક સારી શાળાની પસંદગી કરવી એ એક અત્યંત મહત્વનો નિર્ણય ગણાય કારણ કે બાળકના ઉજ્જવળ ભવિષ્યની દિશા અને દશા તેના આધારે નક્કી થતી હોય છે. આ માટે એક જાગૃત વાલી તરીકે તમે બાળકના સર્વાંગીણ વિકાસને વરેલી અને ઉત્તમ શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓથી સજ્જ 'જ્ઞાન જ્યોત વિદ્યાલય'ની પસંદગી કરી શકો છો. ગોડાદરા વિસ્તારની આ પ્રતિષ્ઠિત અને જાણીતી શિક્ષણ સંસ્થામાં બાળકના માનસિક, શારીરિક, બૌદ્ધિક તેમજ શૈક્ષણિક વિકાસ માટેની મહત્તમ સુવિધાઓ અને તકો પૂરી પાડવામાં આવે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં આવે છે. અમારી આ શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમ્યાન જ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા સંબંધી માહિતી અત્રે વિગતે આપવામાં આવી છે જે ધ્યાને લેવી.

સત્રની શરૂઆત એપ્રિલનું પ્રથમ અઠવાડિયું
સત્રનું અંત મેં નું પ્રથમ અઠવાડિયું
ઉનાળું વેકેશન મેં નું પ્રથમ અઠવાડિયું થી જૂન નું પ્રથમ અઠવાડિયું સુધી
દ્વિતીય સત્ર મધ્ય જૂન
દિવાળી વેકેશન કેલેન્ડર મુજબ
સત્રનું અંત માર્ચ