Principal Message

શ્રી જયંતિભાઈ શિયાળ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ

|| જ્ઞાનજ્યોત પરિવારના ત્રીવેણી સંગમો ||

સમય કોઈને છોડતો નથી. સમયરૂપી સરિતા સદા વહેતી રહે છે. સમયના પસાર થવાથી હંમેશા દરેક બાબતમાં પરિવર્તન આવતા રહે છે. પરંતુ સૌથી વધુ પરિવર્તન શિક્ષણક્ષેત્રમાં થવા પામ્યું છે. તેથી જ્ઞાનની ક્ષિતિજો બ્રહમાંડની જેમ વિસ્તરવા લાગી છે. આથી દરેક મનુષ્યે પોતાના જ્ઞાનમાં વધારો કરવો અત્યંત જરૂરી બની ગયું છે. પરંતુ જ્ઞાનમાં વધારો માત્ર કરવાથી મનુષ્ય સફળતા મેળવી શકતો નથી. તેથી સાથે સાથે જ્ઞાનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આજ કારણે વર્તમાન સમયમાં “Knowledge Is Power” ની કહેવત ખોટી પડી છે. અને “Apply Knowledge Is Power” ની કહેવત સાચી પડી છે. ઉપરોક્ત કહેવતનો અર્થ થાય છે. જ્ઞાન એજ શક્તિ છે. વાતમાં હવે તથ્ય રહ્યું નથી પરંતુ જ્ઞાનનો ઉપયોગ એજ ખરી શક્તિ છે.

                કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે કોઈપણ ક્ષેત્રનું ગમે-તેટલું જ્ઞાન હશે પરંતુ જ્ઞાનનો જો તમે ઉપયોગ કરશો નહી તો તમારૂ જ્ઞાન નિરર્થક નિવડશે.

                                આવો આપણે બધા જ્ઞાનને ઉપયોગી બનવવા માટે પ્રયત્ન, પરિવર્તન અને પ્રગતિના ત્રીવેણી સંગમમાં ડૂબકી લગાવી સમગ્ર વિશ્વને ઉપયોગી બનીએ. પ્રયત્ન પરિવર્તન અને પ્રગતિના ત્રીવેણી સંગમને વિસ્તારથી સમજીએ, કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આપણે સંપૂર્ણ પ્રયત્ન કરવું જોઈએ. જો આપણો પ્રયત્ન ઓછો હશે તો સફળતા એના ચરણોમાં જઈને પડશે જેણે સફળતા મેળવવા માટે પૂર્ણ પ્રયાસ કર્યો હશે. માટે પ્રયત્ન ત્યાં સુધી કરો જ્યાં સુધી સફળતા મળે. અધૂરા પ્રયત્નો કે ખોટી દિશામાં કરેલા પ્રયત્નો સમયની બરબાદી છે.

                બીજી બાબત છે. પરીવર્તન પરીવર્તન દુનિયાનો નિયમ છે. તમે દૂર સુધી નજર દોડાવશો તો તમને જાણવા મળશે કે સમગ્ર બ્રહ્માંડમાં ડગલેને-પગલે પરીવર્તન આવતું રહે છે. જેમકે બ્રહ્માંડની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. નદીઓનાં વહેણ બદલાતા રહે છે. જમીનની જગ્યાએ પાણી અને પાણીની જગ્યાએ ટાપુ કાળક્રમે થતા રહ્યા છે. સમયનાં બદલાવ સાથે તમારા વર્તન, સ્વભાવ, જ્ઞાન, ક્ષમતાઓમાં તમારે પરીવર્તન લાવવુંજ પડશે. નહી તો કુદરત, સમાજ, લોકો તમારો સ્વીકાર કરશે નહી. તમે એકલા અટૂલા થઇ જશો. દુનિયામાંથી ફેંકાઈ જશો. માટે એક નાનું ઉદાહરણ સમજીએ, વર્ષો પહેલા રાજદૂત મોટરસાઈકલ લોકો માટે પોતાની આન-બાન અને શાન કહેવાતી હતી. આજના સમયમાં બીજી મોટરસાઈકલનાં પ્રમાણમાં રાજદૂતમાં કોઈપણ વિશેષ પરીવર્તન લાવવામાં આવ્યું. આથી રાજદૂત હવે આપણને ભંગારમાં પણ જોવા મળતા નથી. માત્ર એકલું અટૂલું મ્યુઝીયમમાં જોવા મળે છે. માટે સમાજ અને શિક્ષણમાં આવતા પરીવર્તનનો સહજ સ્વીકાર કરો. શિક્ષણ દ્વારા સમગ્ર વિશ્વમાં પરીવર્તન લાવી શકાય છે. જે આજના સમયમાં જરૂરી છે પછી તે વિષય શિક્ષણ હોય કે સંસ્કારોનું શિક્ષણ હોય માનવીના  મૂળ શિક્ષણમાં દટાયેલા છે.

                ત્રીજી બાબત છે, પ્રગતિ. તમે સફળ ત્યારે કહેવાશો જ્યારે તમે તમારા જીવનમાં પ્રગતિ સાધી શક્યા હોય. તમારા જ્ઞાન, સંસ્કારો અને સંપત્તિમાં પ્રગતિ અત્યંત આવશ્યક છે. પ્રગતિ વગર તમારા જીવનમાં સ્થિરતા આવી જાય છે, અને ઘણીવાર તો એવું બને કે જીવન અધોગતીમાં ધકેલાય જાય.

                જીવનમાં સાચા અને સારા માર્ગે પ્રયત્ન કરવાથી પરીવર્તન લાવી શકાય છે. અને પરીવર્તન લાવી પ્રગતિ સાધી શકાય છે.

                આપણા જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં વાલી, વિદ્યાર્થી અને સંચાલકો દ્વારા ત્રીવેણી સંગમની રચના કરવામાં આવી છે. જેમાં વાલી મીટીંગ, પ્રોજેક્ટ , સ્પર્ધા , પ્રદર્શન , પરીક્ષા, વિદ્યાર્થી દ્વારા થતા વિવિધ પ્રોગ્રામો રમત-ગમત થકી સંપૂર્ણ ત્રીવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને સફળતાના શિખરે પહોંચાડવામાં આવે છે.

                આજના સમયમાં માત્ર શિક્ષક કશુંજ નથી કરી શકતો. વિદ્યાર્થી પણ બધો ભાર નથી ઉપાડી શકતા અને વાલી પણ શિક્ષણની દરેક બાબત નથી સમજી શકતા માટે વાલી વિદ્યાર્થી અને શિક્ષક ત્રણે ભેગા મળી, ગંગા, યમુના, સરસ્વતીરૂપી ત્રીવેણી સંગમમાં અવાર-નવાર ડૂબકી મારી આપણા સંતાનોને શિક્ષણ, સંસ્કાર અને સફળતા અપાવતા રહીએ. માટે જરૂરી છે. જ્ઞાનજ્યોત વિદ્યાલયની પદ્ધતિને સમજવાની અને એકવાર અવશ્ય મૂલાકાત લેવાની, કે જ્યાં શિક્ષણ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સમન્વય કરવામાં આવ્યો છે.

 

                                                                                               

શ્રી કિશોરભાઈ બાંભણીયા

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ

જ્ઞાન જ્યોત વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ પર આપ સૌનુ ઉષ્માભર્યુ સ્વાગત છે. સુરતના નવવિકસિત વિસ્તાર અને મહર્ષિ આસ્તિક ઋષિની પાવન ભુમિ પર  વિદ્યમાન /આવેલી આપણી શાળા શ્રી જ્ઞાન જ્યોત વિદ્યાલય સ્વસ્થ, સશક્ત અને સુશીલ સમાજ ના સર્જન માટે અથાક પ્રયત્નો સાથે સતત કાર્યશીલ છે અમારી શાળા - સંસ્થાનુ એક્માત્ર અને લાંબાગાળાનું ધ્યેય આપણા સમાજ અને રાષ્ટ્ર એક સક્ષમ,  સશક્ત અને ગુણિયલ નાગરિકની ઉદાત ભેટ આપવાનું છે.અમારી શાળામાં શિક્ષણ મેળવનાર/પ્રાપ્ત કરનાર  દરેક વિદ્યાર્થી/બાળક શારીરિક, માનસિક અને/તેમજ બૌદ્બિક એમ સર્વગ્રાહી અને સર્વાંગીણ વિકાસ હાંસલ કરે એ અમારી નેમ છે. અમારા સમગ્ર શાળા પરિવાર વતી આપસૌને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે અહીં અભ્યાસરત કે અભ્યાસ અર્થે જોડાનાર આપના સંતાનના સર્વાંગિણ વિકાસ અને પ્રગતિની અમે હંમેશા ફિકર કરતા રહીશું.

       આપ સૌ જણો જ છો કે ઉજ્જ્વળ કારકિર્દીની પ્રાપ્તિ અને ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ એ સૌ કોઇ માટે ગૌરવની વાત છે.આપણા રાષ્ટ્રને વિકસીત અને સુખ-ચેન સાથે જીવવા યોગ્ય બનાવવા આપણા સૌના અનિવાર્ય યોગદાનની તાતી જરૂરિયાત છે જ.માટે જ શિસ્તબદ્ધ અને સંસ્ક્રુતિની વાહક એવી આર્થિક-સામજિક અને સાંસ્ક્રુતિક રીતે સદ્ધર યુવા પેઢિ જ ભાવિ વિશ્વગુરૂ એવા ભારતવર્ષ નું નિર્માણ કરી શક્શે અને આ ઉદ્દેશ્યને ચરિતાર્થ અને સાર્થક કરવા જ્ઞાનજ્યોત વિદ્યાલય સતત પ્રયત્નશીલ છે. શાળા એ તંદુરસ્ત અને સુખી-સંપન્ન સમાજના નિર્માણ માટેનુ એક સબળ માધ્યમ છે જે સમાજને સતત નવીન અને રચનાત્મક પરિવર્તનોની દિશામાં આગળ વધવાનો માર્ગ ચીંધે છે. સમાજને નવી દિશા આપે છે. અને આ માટે અમારી શાળાસંસ્થા આ મહત્વની બાબતોને ચરિતાર્થ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહી આપનું હમેંશા માર્ગદર્શન કરવાની જવાબદારીનું સુપેરે/સારી રીતે વહન કરી રહી છે અને આગળ પણ અવિરત તેમ કરતા રહેવાની પ્રતિબદ્ધતા દાખવે છે.

        અંતમા,આપના સંતાનોના જીવનઘડતર ને સાર્થક બનાવવા,તેઓની ઉચ્ચ કારકિર્દી ઘડવા અને તેઓમાં ઉત્તમ માનવીય મૂલ્યોની ખીલવણી કરવા શક્ય બધી જ ઉર્જા અને સામર્થ્ય ને ખર્ચવાની અમારી તત્પરતા સાથે જ હું આપ સૌને શાળા પરિવાર વતી શાળાની આ સત્તાવાર સાઇટ પર આમંત્રિત કરુ છુ,આવકારુ છુ.

श्री सिंह मनोजकुमार अलगुसिंह

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ

माध्यमिक एवं उच्चतर माध्यमिक

शिक्षकों के नाम संदेश :- सामान्य रूप से देखा जाय तो शिक्षक का कार्य योगी के समान है, और वह राष्ट्र का निर्माता है , परन्तु वह स्वयं योगी नहीं बन सकता| योगी अपने शिष्यो को साधना के द्वारा आत्म-साक्षातकार करता है| शिक्षक को भी उसी की भांति शिक्षा के संस्कारो के द्वारा शिष्य का इतना उत्थान करना चाहिए की वह  

आत्म-साक्षातकार करने में सक्षम हो सकें| उसे इस बात का ध्यान रखना चाहिए कि , उसका शिष्य अनेक योनियों से भटक कर मानव जन्म को प्राप्त कर सका है |

      जिससे वह शिक्षा को प्राप्त कर वह अपने जीवन का उद्धार कर सके| शिक्षक को अपने शिष्य को चरित्रवान , कर्तव्यनिष्ठ, एंव दृढ़ इच्छा शक्ती वाला बनाने की प्रेरणा देनी चाहिए उसके चरित्र का ऐसा विकास होना चाहिए, जिससे वह भौतिक एवं आध्यात्मिक दोनों प्रकार की उन्नति कर सके| तभी यह कहा जा सकेगा कि शिक्षक ने अपने कर्त्तव्य का भली भांति पालन किया है|

 “जलाओ दिए पर रहे ध्यान इतना

अंधेरा धरा पर कही रह न जाए”|

 विद्यार्थियों के नाम :-

      विद्यार्थी अर्थात विद्या को ग्रहण करने वाला| अत: विद्यार्थी को विनयशील जिज्ञासु, कर्त्तव्य निष्ठ आदि गुणों का होना अत्यंत आवश्यक है| विद्यार्थी को अपने लक्ष्य की प्राप्ति के लिए सदा प्रयत्नशील रहना चाहिए| विद्यार्थी को अपने अभिभावक, शिक्षक और श्रेष्ठ लोगो के प्रति आदर की भावना रखना चाहिए| उसके अन्दर सर्वे भवन्तु सुखिन तथा  वसुधैवकुटूम्बकम की भावना होनी चाहिए सफल विद्यार्थी से ही सफल राष्ट्र का निर्माण हो सकता है| उसे समाज में फ़ैली कृरीतियों और बुराईयों के उन्मूलन के लिए सतत प्रयत्नशील होना चाहिए|

 अभिभावकों के नाम संदेश

       कल की तुलना में. विद्यार्थी आज ज्यादा सक्रीय और जिज्ञासु है| हमें वे उदण्ड दिखाई देते  है, क्योंकि वे हमारी बातों को ध्यान पूर्वक सुनते नहीं है| हम ज़रा अपने आप से पूछें हमारे पास सुनाने के लिए ‘सार्थक’ क्या है? कितना है? अत: आज का विद्यार्थी योग्यता, ज्ञान, समझ, एवं लक्ष्य के प्रति ज्यादा सजग है| आज उसे हम थोड़ी सी धीरता–दे दें तो शायद वह अपनी प्रतिभा को ऊँचाइयों तक पहुँचा सकता है| हमें आज के विद्यार्थी को नकारना नहीं है, बल्कि जितना संभव हो सके उसको प्रोत्साहित करना चाहिए, तथा उसके कार्यो का निरन्तर अवलोकन करते रहना चाहिए |

SHRI MANOJ KUMAR SINGH

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ

PRINCIPAL GYAN JYOT VIDYALAYA

“Gyan” knowledge the word that varies mankind from the other species of the universe, that is to say man is considered one of the specific creatures among the eighty four lakh species surviving in our cosmos (earth). Certainly, the question should be debated, about the principality of this race promoted to be the highest in the materialistic universe? The answer can be simply generated, likewise other creature human being have every thing similar, the merits that distinguish  them with others are  understanding, judging and having complete sense of humor, that is to say knowledge. Since the child takes birth, he is as same as the others, every trait are common in him but he gradually takes himself away from the other on the basis of the understanding which inculcates him to learn more. The process to start judging and analyzing on the dynamic or insensate to reach the complete conclusion is called education.

EDUCATION’ which has been in trained since the world existed; it means it has been essential need for developing culture and civilization that ultimately become source of his economic, scientific and other extension.

Today with the world that is shaping into multi forms, the very idea of ideological education does not match in the current frame. To get together with the time has become the ultimate demand of human nature, as the new invention of the technologies, the different forms of economic growth and above all the intervention of industrialization, these all have changed very shape of the human face today. Thus to make with world is the question today and will certainly be brought together.

As in “CHANAKYA NITI” has been revealed the development comes is very comfortable. If it is taken morally, it becomes the matter of permanent happiness. The very conclusion lies in the heart of the education that ultimately helps him to reach up to the stage.