Management Message

શ્રી. લાલજીભાઈ ડી. નકુમ

Management

વિદ્યાધનમ્ સર્વ ધનમ્ પ્રધાનમ અને સા વિદ્યા યા વિમુક્તયે , સંસ્કૃત ભાષાની આ બેરત્નકણિકાઓને વાંચતા જ આપણને આપણા પોતાના જ જીવનમાં વિદ્યાનું મહત્વ વિના પ્રયત્નેસમજાય જાય છે.

 

સમાજના તમામ પ્રકારના ધનમાં જે ધન પ્રધાન (શ્રેષ્ઠ) છે તે  સદ્વિદ્યા જ  છે. એ જ રીતે સમાજના તથાલોક પરલોકના તમામ બંધનોમાંથી મુક્તિ અપાવે  એ પણ સદ્વિદ્યા જ છે.   

 

મિત્રો, વલ્મિકીઅને સંદિપની ઋષિની ઔપચારિક કેળવણીનો અર્થ આજે આધુનિક ટેકનોલોજી ધરાવતા એજ્યુકેશનનાસ્વરૂપમાં ફેરવાયો છે. અને ખરેખર તો કેળવણી માનવીના સશક્તિકરણ અને આંતરિકપ્રદિપ્તિ-કરણની મૂળ પ્રક્રિયા છે.અને આ પ્રક્રિયાને સતત પરિવર્તનમાં રાખતી આપણાંવિસ્તારની પ્રથમ શાળા એટલે જ્ઞાનજ્યોત વિદ્યાલય. આ વિદ્યાલય સફળ શિક્ષણ દ્વારાશાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને પોતાના જ શિલ્પી અર્થાત વિશ્વકર્મા બનાવે છે.

 

મિત્રો, રાષ્ટ્રઅને સમાજના વિકાસમાં સારી શાળા અને સાચા શિક્ષકોની ભૂમિકા મહત્તવની છે. સારી શાળાઅને સાચા શિક્ષકોના સમન્વયથી જ વિદ્યાર્થીના માનસમાં જ્ઞાનપોષણ અને શિક્ષણનુંવાવેતર શક્ય બને છે અને કદાચ તે જ કારણે ... સતત વિકસવું , નવું જાણવું, જુનું સુધારવું, સંશોધન કરવું અને સફળ થવુંએ અમારી શાળાનું કેળવણીસૂત્ર બની ચૂક્યું છે.શિક્ષણએ સજ્જ સમાજના ઘડતરનો આધાર છે.અને આધારને પાયાથી જ પ્રબળ કરતી આપણા સૌની શાળા એટલે જ્ઞાનજ્યોત વિદ્યાલય. 

 

જ્ઞાનજ્યોત વિદ્યાલય એટલે બાલભવનની પગદંડીથી માંડીને સાયન્સ-પ્રવાહના વિશાળધોરીમાર્ગ સુધીની સરળ અને સફળ શૈક્ષણિક યાત્રા. અને આ જ અર્થનો પર્યાય કરુ તોજ્ઞાનજ્યોત વિદ્યાલય એટલે શિક્ષણના મહાકુંભનું પ્રયાગતીર્થ. અહિં ગુજરાતી,હિન્દી તેમજ અંગ્રેજી એમત્રણેય માધ્યમનો સુમેળ સંગમ છે. ત્રણેય માધ્યમો દ્વારા અહિં આદર્શ વિદ્યાર્થીતૈયાર કરાય છે. ખરેખર, વિદ્યાર્થીજીવનમાં જ્ઞાન,ગુણઅને શીલ તપ સમાન હોય છે. અને આ તપના પ્રભાવને વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનાસથવારે સક્રિય કરવાનું કામ જ્ઞાનજ્યોત વિદ્યાલયની તપોભૂમિ કરી રહી છે.તેમજશિક્ષણમાં દિન-પ્રતિદિન નવી ટેકનોલોજી તથા સમયની માંગ મુજબનું આધુનિક એજ્યુકેશનશાળા દ્વારા બાળકોને અપાય રહ્યું છે. અને આ કારણે જ   ગોડાદરા, ઉધના, લિંબાયત અને પરવત પાટિયાસહિતના સમગ્ર વિસ્તરમાં આપણી (અમારી) શાળા પ્રથમ સ્થાને છે. જ્ઞાનજ્યોત વિદ્યાલયનાતમામ માધ્યમોમાં તથા S.S.C. અનેH.S.C. બોર્ડસહિતના તમામ ધોરણોનું પરિણામ હંમેશા પ્રશંસનીય રહેવા પામ્યું છે. અને તેથી જ મારીદ્રષ્ટિએ જ્ઞાનજ્યોત વિદ્યાલય એટલે એક એવું શૈક્ષણિક પરિવાર જ્યાં સહજતા, સરળતા અને શૈક્ષણિક સફળતાત્રણેય વિધ્યમાન છે. (મિત્રો) મહાનુભાવો,શાળાઓ તો શેરીએ શેરીએ હોયપરંતુ બધી જ શાળાઓમાં મેં આગળ જણાવ્યા તે ત્રણેય ગુણોની સુલભતા શક્ય નથી હોતી.દરેક નાની મોટી શાળાઓમાં કોઇકને કોઇક કડી ખુંટતીજ હોય છે. પરતું જ્ઞાનજ્યોતવિદ્યાલયમાં શ્રેષ્ઠ શિક્ષણ બાબતની કોઈ પણ કડી ખૂટી હોય તેવું આજ સુધી નજરે ચડ્યુંનથી.

 

મિત્રો, સમયનીસાથે  આજેવ્યક્તિના માનસ પણ બદલાયા છે. શાળામાં નવો પ્રવેશ મેળવવા આવતા વાલીમિત્રો આજેશિક્ષણની ગુણવત્તા નહિ પણ શાળામાં કઇ, કેવી અને કેટલી સુવિધાઅપાશે તેના પ્રશ્ર્નો પહેલા પુછે છે.અને હા, સમય પ્રમાણે શાળાની ભૌતિકસુવિધા પણ જરુરી તો છે જ.પરંતુ મારી દ્રષ્ટિએ પહેલા ગુણવત્તા સભર શિક્ષણ અને તેવુંશિક્ષણ આપનારા વિષય તજજ્ઞ,અનુભવીઅને ચારિત્ર્યશીલ શિક્ષકો વધુ જરુરી છે. અને આવા વિદ્વાન શિક્ષકો અમારી શાળામાંસક્રિય છે. તે બાબતનો મને વિશેષ આનંદ છે.

 

અંતમાં હું એટલું જ કહીશ કે જિંદગીને મોક્ષ ધર્મના સાચા આચરણ દ્વારા મળેછે.પરંતુ જીવનને મોક્ષ કેળવણીની સાચી સમજથી મળે છે. 

 

શ્રી. લાલજીભાઈ ડી. નકુમ