પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શિકા
પોતાના સંતાન માટે એક સારી શાળાની પસંદગી કરવી એ એક અત્યંત મહત્વનો નિર્ણય ગણાય કારણ કે બાળકના ઉજ્જવળ ભવિષ્યની દિશા અને દશા તેના આધારે નક્કી થતી હોય છે. આ માટે એક જાગૃત વાલી તરીકે તમે બાળકના સર્વાંગીણ વિકાસને વરેલી અને ઉત્તમ શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓથી સજ્જ 'જ્ઞાન જ્યોત વિદ્યાલય'ની પસંદગી કરી શકો છો. ગોડાદરા વિસ્તારની આ પ્રતિષ્ઠિત અને જાણીતી શિક્ષણ સંસ્થામાં બાળકના માનસિક, શારીરિક, બૌદ્ધિક તેમજ શૈક્ષણિક વિકાસ માટેની મહત્તમ સુવિધાઓ અને તકો પૂરી પાડવામાં આવે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં આવે છે. અમારી આ શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમ્યાન જ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા સંબંધી માહિતી અત્રે વિગતે આપવામાં આવી છે જે ધ્યાને લેવી.
સત્રની શરૂઆત |
એપ્રિલનું પ્રથમ અઠવાડિયું |
સત્રનું અંત |
મેં નું પ્રથમ અઠવાડિયું |
ઉનાળું વેકેશન |
મેં નું પ્રથમ અઠવાડિયું થી જૂન નું પ્રથમ અઠવાડિયું સુધી |
દ્વિતીય સત્ર |
મધ્ય જૂન |
દિવાળી વેકેશન |
કેલેન્ડર મુજબ |
સત્રનું અંત |
માર્ચ |