શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આત્મીયતા
આજના સમયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઘણું જ વધી ગયું છે તેના મુખ્ય કારણો નીચે પ્રમાણે ગણાવી શકાય .
1.હાલની શિક્ષણ પદ્વતિ
2.હરીફાઈ યુક્ત ટ્યુશન પ્રથા
3.શિક્ષકો – શિક્ષકો વચ્ચે આત્મીયતાનો અભાવ
4.એક બીજાને પાછળ પાડી દેવાની વૃત્તિ
5.શિક્ષણ જગતમાં અયોગ્ય શૈક્ષણિક સ્ટાફની નિમણુક
6.વાલીઓની વધારે પડતી અપેક્ષા
7.માત્ર ને માત્ર સરકારી નોકરીની અપેક્ષા
પહેલાના સમયમાં આપણા દેશમાં તપોવન પદ્વતિએ શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક સવારે ( મળસ્કે) ફાનસ લઈને વિદ્યાર્થીઓને ઉઠાડવા માટે જતા. “ દીકરા ઉઠો સવાર થવા આવ્યું છે” અને રાત્રે એજ ફાનસ લઈને જતા અને કહેતા “ દિકરા સૂઈ જાવો ખુબજ રાત થઇ ગઈ છે સવારે જલ્દી ઉઠવાનું છે” આમ સવા વિદ્યાર્થીઓમાં “તનાવ નહી લગાવ” ઉભો કરવાનો છે સાચો શિક્ષક એ જ છે કે જે વિદ્યાર્થીઓમાં પોતાના વિષય પ્રત્યે તેમજ શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરી શિક્ષણને સરળ , સહજ , રસપ્રદ બનાવી વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન લાવી દે. વર્ગમાં એવું વાતાવરણ ઉભું કરી દે કે વિદ્યાર્થી જાતે ભણતો થાય . આટલું માત્ર કરવાથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર દૂર કરી આત્મીયતા કેળવી શકાશે .
શિક્ષકોએ વિદ્યાર અને રાત્રી ગુરૂજીના મીઠા ટહુકાથી થતી હતી. આજે તો આ બાબતની કલ્પના પણ કરી શકાય નહિ. ગુરૂ અને વિદ્યાર્થી વચ્ચેનો ભાવનો ‘અભાવ’ જોવા મળે છે.
આજના શિક્ષકોએ વિદ્યાર્થી માટે તણાવ ઉભો કરી દીધો છે. જે વધુ પડતું લેશન ગોખણ પટ્ટી કરવાનું તેમજ બીજા વિષય કરતા પોતાના વિષયને અતિ મહત્ત્વ આપીને વિદ્યાર્થીઓમાં માનસિક તાણ ઉભી કરી દીધી છે . વિદ્યાર્થીઓને શારીરિક સજાનો ડર તો ખરો જ !
શિક્ષકોએર્થીઓ વચ્ચે સેતુબંધ બાંધવાની જરૂર છે આ માટે કેટલાક પગલા લેવાની જરૂર છે જેમકે વિદ્યાર્થીઓના વર્તન અને શિસ્ત ઉપર ચાંપતી નજર રાખવી . વર્તન અને શિસ્ત ઉપરથી બાળક ભવિષ્યમાં કેટલી પ્રગતિ કરી શકશે અને શું બનશે તેનો અંદાજ આવી જાય છે. વર્તન અને શિસ્તમાં વિચલન આવે એટલે શિક્ષકે વિચલન દૂર કરવા માટે તરત જ નિદાનાત્મક અને ઉપચારાત્મક પગલા લેવા . જેમકે બાળક લેશન શા માટે નથી લાવ્યું ? તો તેના સંપૂર્ણ કારણ જણો બાળક શાળામાં મોડો પડ્યો હોય તેના વાળ, નખ વધેલા હોય કે રિઝલ્ટ નબળું આવ્યું હોય તે તમામ બાબતોની નોદ કરી બાળકો પાસે માહિતી જાણો વાલીઓને બોલાવી સમસ્યા હલ કરવા પ્રયત્નો કરો જરૂર સફળતા મળશે કારણકે બાળક ઉપર પણ ઘરની સામાજિક , આર્થિક અને શિક્ષકની પ્રેમભરી નીતિની અસર પડતી હોય છે.
આ લખનારે પોતાનું તમામ શિક્ષણ ગામડાની સરકારી શાળા- કોલેજમાં પૂર્ણ કર્યું છે . આ દરમ્યાન એક શિક્ષક એક બાળકને મોડા આવવા બદલ રોજ ક્લાસ રૂમની બહાર વાંકો વાળી અંગુઠો પકડાવતો હતો. બાળક બિચારો પ્રથમ તાસ શિક્ષકનો ત્રાસ રોજ સહન કરતો. આવતા – જતા તમામ શિક્ષકો અ નજારો જોતા હતાં. એક દિવસ એક પ્રેમાળ શિક્ષકે બાળકને પૂછ્યું કેમ ને રોજ ક્લાસ રૂમની બહાર વાંકો વાળવામાં આવે છે ? સર હું રોજ મોડો પડચું છું – શા માટે ? સર મારા ઘરની આર્થિક જબાવાદારી મારા ઉપર છે. માટે હું રોજ દારૂ વેચું છું અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને સાથે - સાથે અભ્યાસ કરૂ છું કે જેથી ભવિષ્યમાં મારે દારૂ વેચવું ન પડે .
કેવી વિકટ પરિસ્થિતિ કોઈએ જાણવા સુધ્ધા પ્રયત્નો ન કર્યા કદાચ જાણ્યું હોય તો ક્લાસમાં બધાજ બાળકો સાથે આત્મીયતા કેળવવી શિક્ષણ જગતમાં સાચા શિક્ષક બની શિક્ષક તરીકેનું જીવન ચારીતાર્થ કરી શક્યા હોત.
આમ બાળકને સારી અને સાચી રીતે જાણો , સાંભળો અનુભવો પોતાને આ જગતમાં શિક્ષક તરીકેનું જે પદ મળ્યું છે. તેને ચારીતાર્થ કરો અને ગૌરવ અનુભવો માત્ર વિદ્યાર્થીઓ તો શું પૂરો ઘર , પરિવાર , સમાજ અને દેશ પ્રત્યે અંકબંધ આત્મીયતા જળવાય રહેશે .
શ્રી આશિષ ડી. પટેલ વાઈસ પ્રિન્સીપાલ